પાલેજ નજીક આવેલાં કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં ધી સાંસરોદ હાઇસ્કુલ સાંસરોદ માં 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસભેર કરવામાં આવી હતી. સાંસરોદ મુસ્લિમ કમિટીના ટ્રેઝરર યાકુબભાઈ ચિથરાના પ્રમુખ સ્થાને ધોરણ ૧૧ ના વિદ્યાર્થી ડેબા મોહમ્મદ જકિનાના વરદ હસ્તે ગામના એન.આર.આઈ નાગરિકો અગ્રણીઓની ઉપસ્થિતિ માં ધ્વજવંદન વિધી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લહેરાતા રાષ્ટ્રધ્વજના સાનિધ્યમાં સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઇ હતી.જેમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક નૃત્યો પ્રવચનો અભિનયગીત નાટક અને કરાટેના કરતબ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતોની રમઝટથી તમામ ભાવ વિભોર બન્યા હતા. હાજર રહેલા મહાનુભાવોએ બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળા સંચાલક મંડળ દ્વારા મહાનુભાવોનું ફૂલહારથી તેમજ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
માજી આચાર્યશ્રી કહાન ગામના વતની વાય.એમ.ફટકે શાળાને લગતા પોતાના ભૂતકાળના સંસ્મરણો રજૂ કર્યા હતા અને શાળાની ઉન્નતિ માટે પ્રાર્થના દુઆ કરી હતી. સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ ઐયુબ ભાઈ બાવલાએ પ્રેરક કથા સંભળાવી બાળકોને પ્રેરિત કર્યા હતા શાળાના આચાર્ય જનકભાઈએ પ્રજાસત્તાક પર્વનો મહિમા સમજાવી અભ્યાસનું મહત્વ તેમજ દેશના વિકાસની સાથે શાળાની વિવિધ પ્રવૃતિઓનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવ્યા હતા. તેમજ અંતમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ