25 જાન્યુઆરી શનિવારે પાલેજ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી ઇલ્યાસ ભાઈ,બી.એલ.ઓ શ્રી ઐયુબભાઈ નિઝામુદ્દીન ભાઈ, શાંતિલાલ ભાઈ, દિનેશ ભાઈ તેમજ ઇદ્રીશ ભાઈ હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં મતદારો પણ બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. બીએલઓ શ્રી ઇદ્રીશભાઈએ સર્વ મતદારોને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. મતદારોને જાગૃત કર્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement