71 માં ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવાંનો થનગનાટ શરૂ થઈ ગયો છે. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઇ.સ ૧૯૫૦ માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળ નાં દેશમાથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. આ પ્રસંગે પાલેજની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓ સવારે પાલેજમાં પ્રભાત ફેરી ફરશે ત્યારબાદ પાલેજ ઝંડા ચોક વિસ્તારમાં પાલેજ સરપંચ નસીમ બાનું સલીમખાન પઠાણ(વકીલ) હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવશે. પાલેજ હાઇસ્કુલ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના ગીતો શાળાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી રજુ કર્યા હતા. આ પ્રસંગે પાલેજ નાં મોટામિયા માંગરોલની ગાદીવાળા પીરઝાદા મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી હસ્તે રાષ્ટ્રધ્વજ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવશે આ પ્રસંગે પાલેજ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સલીમભાઈ પટેલ જોલી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો ગામના અગ્રણીઓ વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી પર્વની ઉજવણી કરશે. પાલેજની બુનિયાદી કુમાર શાળા ખાતે ધ્વજવંદન વિધિ સલીમખાન પઠાણ (વકીલ)હસ્તે રાખવામાં આવી છે અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ઇલ્યાશ ખાન પઠાણ હસ્તે રાખવામાં આવી છે. પાલેજ નવચેતન વિદ્યાલય પાલેજ કે.પી.એસ બચપન
સ્કુલ બ્લ્યૂ મૂન ઇન્ટરનેશનલ સ્કૂલ કચેરી પોલીસ મથક રેલવે સ્ટેશન જીઆઇડીસી કંપનીઓ ખાતે રાષ્ટ્રીય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મીઠાઈ લાડુનાં પણ શાળાઓમાં વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત પાલેજ ગ્રામ પંચાયત તેમજ જી.આઇ.ડી.સી પાલેજની કંપની ફિલિપ્સ કાર્બન બ્લેકનાં સયુંકત ઉપક્રમે તારીખ 26 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાનાં પાલેજ હાઇસ્કુલનાં આગળનાં ચોગાન માં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે આર.કે.રિકલેમ કંપની તરફથી તમામ 160 સ્પર્ધકો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે.રાત્રે મ્યુઝીક પાર્ટીનાં કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિનાં ગીતો ઓરકેસ્ટ્રા પ્રસિદ્ધ ગાયકો રજૂ કરશે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ