Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા કુમારી માયાવતીના ૬૪ માં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

Share

બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સુશ્રી કુમારી માયાવતીના ૬૪ માં જન્મદિવસની બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ પાલેજ સ્થિત નવીનગરી પાસે કેક કાપીને ઉજવણી કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ સમિતિના સુખરામસિંઘ મોર્યએ નિવેદનમાં જણાવ્યું હતું કે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષા દલિત સમાજના લોકો તેમજ પછાત વર્ગના લોકોના પ્રાણ પ્રશ્નો માટે વાચા આપી સતત રજુઆતો કરી લોકોની સમસ્યાઓ માટે લડતા રહી લોકોને ન્યાય અપાવવા કાર્યરત રહેવા માટે મદદરૂપ બની રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે માયાવતી સમાજના દરેક વર્ગના લોકોના ન્યાય મળે એ માટે સતત લડતા રહી સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ બની રહ્યા છે. આ પ્રસંગે બહુજન સમાજવાદી પાર્ટીના ભરૂચ જિલ્લા અધ્યક્ષ ભારસિંગભાઇ વસાવા, પાલેજ ગ્રામપંચાયતના સદસ્ય ડાહ્યાભાઈ પરમાર, જાકીરભાઇ હકીમ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગની દ્રષ્ટિ વસાવાની ઊંચી ઉડાન, ઓલમ્પિક 2026 માં આઈસ ગર્લ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરમાં કમોસમી વરસાદને પગલે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

મુખ્યમંત્રીએ સૂચના આપ્યાનાં બીજા જ દિવસે દાહોદની સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!