મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે.ઉત્તરાણનાં દિવસને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે .પાલેજ બજારમાં ઠેર ઠેર પતંગો દોરી વેચાણ કરતાં સ્ટોલો શરૂ થઈ ગયા છે. મોડી મોડી બજારમાં ઉત્તરાયણની ઘરાકી જોવા મળી રહી છે.પાલેજ બજારમાં અનેક જગ્યાએ પતંગ રસિયાઓ પોતાની નજર સામે દોરી પીવડાવાય તેવો આગ્રહ રાખતાં દોરી તૈયાર કરાવતાં નજરે પડે છે.પાલેજ બજારમાં પતંગ રસિકો દ્વારા હાલ દોરી પતંગની ખરીદી તેમજ માંજો પીવડાવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. માંજો પીવડાવામાં કાચ વગેરે મિશ્રણ કરાવે છે.તૈયાર ફીરકી (દોરી)લેવાની સાથે સાથે આ પરંપરા ચાલુ છે.હાલ ઠેકાણે ઠેકાણે દોરી પીવાની પ્રક્રિયા પાલેજમાં નજરે પડે છે. પતંગ દોરીની સાથે ટોપી, ચશ્માં, માશ્ક, બ્લુગલ સહિતની એસેસરીનું પણ ધુમ વેચાણ થઈ રહ્યું છે. ઉત્તરાણનાં દિવસે પતંગ રસિયાઓ અગાસી ઉપર રહીને ઉત્તરાણનો ભરપૂર આનંદ માણે છે.ઉત્તરાણનાં દિવસે ફાફડા જલેબી અને સ્વાદિષ્ટ ઊંધિયું પણ પાલેજમાં ખૂબ વેચાણ થાય છે.પતંગ રસિયાઓ ત્યારે બપોરનું ભોજન અગાસીમાં જ લેતાં હોય છે. હાલમાં પતંગ ચગાવવાને અનુકુળ પવન ખુબ જ માફક આવી રહ્યો છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ