પાલેજ નજીક આવેલા આમોદ તાલુકાના ઇખર ગામે યુવાનો તેમજ ગામ આગેવાનો દ્વારા CAA તેમજ NRC અને NPR જેવો ધર્મ આધારિત તેમજ ભારતનાં બંધારણ વિરુદ્ધ તેમજ દેશને તોડનારો કાયદો જે સરકારે હાલમાં પાસ કર્યો એના વિરોધમાં શુક્રવારે મૌન રેલી કાઢી હતી.શુક્રવારના રોજ જુમ્માની નમાજ બાદ ઇખર ખાતે જમીયત ઉલીમાએ હિન્દ ભરૂચનાં અગ્રણી મૌલાના શોકત અલી ભાગલપુરીના નેતૃત્વમાં ઇખર ગામનાં અગ્રણી માજી જિલ્લા સદસ્ય ઉસમાનભાઈ મીંડી તેમજ ગામ આગેવાનો,યુવાનો દ્વારા ગામની જુમ્મા મસ્જિદથી મસ્જિદ એ ખ્વાજા ગરીબ નવાજ સુધી C.A.A અને N.R.C.અને N. P. R. નાં વિરોધ દર્શાવતા બેનરો સાથે મૌન રેલી કાઢી કાયદા પ્રત્યે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.ઉપરાંત નાગરિક ધારાનો કાયદો તાત્કાલિક પરત લેવા માંગણી કરવામા આવી હતી.”સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમ બુલ બુલે હે ઇસ કી યે ગુલસિતા હમારા “ગીત ની પંક્તિ ઇખર ગામનાં પટેલે પોતાની અભવ્યક્તિમાં રજૂ કરી પોતે આ દેશનાં નાગરિક હોવાનું ગર્વ વ્યક્ત કર્યું હતું. ગામના યુવાનો દ્વારા ભારત દેશમાં ધર્મ સંવિધાનના આધારે ચાલતું લોકતાંત્રિક રાષ્ટ્ર હોવાથી કોઈ પણ કાયદા ધર્મના આધારે નહીં બનાવવા તેમજ ધર્મના આધારે નગરીકોમાં ભેદભાવ ઉભો નહીં કરવા સરકારને વિનંતી કરવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ