Proud of Gujarat
FeaturedGujaratINDIA

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને પાલેજ ખાતે મુસ્લિમ સમાજે અંજલિ આપી.

Share

પાલેજ તા.૧૮

પાલેજ તેમજ પંથક ના મુસ્લિમ સમાજ દ્વારા સોમવારે બપોરે અઢી વાગે પુલવામાં સહિદ થયેલા જવાનો શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદી ગતિવિધિઓને સખત શબ્દોમાં વખોડી કાઢવા પાલેજ ઝંડાચોક વિસ્તાર થી પાલેજ પોલીસ મથક સુધી ની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

પાલેજ તેમજ આસપાસ ના પંથક ના ગામો જેવા કે વલણ, ઇખર,માંકણ,કંબોલી,ટંકારીયા,સંસરોડ,હલદારવા,દિવી જેવા ગામો નાં મુસ્લિમ સમાજ ના નાગરિકો દ્વારા આંતકવાદી હુમલાને વખોડી હાઇવે સ્થિત પોલીસ મથકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુંહતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો,વેપારીઓ ઉપરાંત ગામ ના આગેવાનો જોડાયાં હતાં.

મોટી સંખ્યામાં પાલેજ પોલીસ મથકે પોહચી મુસ્લિમ સમાજ દ્વારા સહીદો નાં માન માં બે મિનિટ નું મૌન પાળી રાષ્ટ્રગીત ગાવા માં આવ્યું હતું તેમજ આતંકવાદી પ્રવૃતિઓ ને સખત શબ્દો માં વખોડી કાઢવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિ નાં ગીતો ડી.જે દ્વારા રજુકારવા માં આવ્યા હતાં. જેના થી સમગ્ર પાલેજ નગરનું વાતાવરણ દેશ ભક્તિ નાં ગીતો થી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે પાલેજ નાં સજ્જાદા નસીન મોઇનઉદ્દીન ચીસ્તી ઉપરાંત ઈમતયાઝ રાજા,વલણ ગામનાં મુસ્તાક ટટ્ટી,અબ્દુલવલી મટક,સરપંચ રમણ ભાઈ વસાવા,સાસરોદ નાં હુસેન સાલેહ,માકણ થી સોહિલ લેલી ઉપસ્થિત રહયા હતાં. પાલેજ ની સ્ટીલકો કંપની,કાર્બન કંપની નાં અધિકારીઓ તેમજ પાલેજ ની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ના વિદ્યાર્થી ઓ શિક્ષકો પણ રેલી માં જોડાયા હતાં.
સહીદો અમર રહો,જય જવાન જય કિશન નાં નારા થી પાલેજ નગર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર સીટી પોલીસે ઈ ગુજકોપ-પોકેટકોપનો ઉપયોગ કરી એક મોટરસાયકલ ચોરીનાં બનાવનો ભેદ ખોલ્યો.

ProudOfGujarat

કરજણના વલણ ગામે ટીકિકા અકેડમીનાં 13 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!