પાલેજ નારેશ્વર રોડ પર આવેલા કરજણ તાલુકાના ઓઝ ગામના પાટિયા પાસે રોડ ઉપર શેરડી ભરેલી ટ્રક પલટી મારી ગઇ હતી. શેરડી રોડ ઉપર વેરવિખેર થઇ હતી સદભાગ્યે ડ્રાઈવર કંડકટરનો બચાવ થયો હતો. પાલેજ નારેશ્વરને જોડતા મુખ્ય રોડ ઉપર અનેક ઠેકાણે વાહનોની અવરજવરમાં રોડ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે.ઓઝ ગામના પાટિયા પાસે જ્યાં શેરડી ભરેલી ટ્રક પલટી ગઈ હતી ત્યાં પણ રોડ ઉપર ખાડા પડી ગયા છે. અહીં ગામ ની નવીનગરીમાંથી ગટરનાં પાણી ૨૪ કલાક રોડ ઉપર ભરાય છે. આથી અહી રોડ પર કાદવ કીચડ થાય છે .જેના કારણે અહીં વાહન અકસ્માતનો ભય રહે છે. આ બાબતે ગામના મહિલા સરપંચ સમક્ષ ગ્રામજનોની રજૂઆત છતાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે ઉલ્લેખનીય છે કે પાલેજ નારેશ્વરનો ૧૮ કિલોમીટરનો રોડ પાકો બાંધકામ થયાંને એક થી બે વર્ષમાં ભરદારી વાહનોની અવર જવરમાં અનેક ઠેકાણે રોડ તૂટી ગયો છે.
કરજણ તાલુકાના ઓઝ ગામનાં પાટીયા પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ગઈ સદનસીબે ટ્રક ચાલકનો બચાવ.
Advertisement