ગત વર્ષ ની માફક ચાલુ વર્ષે પણ સી.સી.આઈ કપાસની ખરીદીથી દુર રહેતા ખેડૂત વર્ગની માંગને તંત્ર સુધી પહોંચાડવામાં આવતા છેવટે પાલેજ નગર ખાતે સી.સી.આઈ નું આરંભ થઈ કપાસ ની ખરીદીનું મુર્હુત નિકળવા પામ્યું હતું.
ખેડૂતો દ્વારા કપાસ બજારોમાં ઠલવાતા કપાસ ની ખરીદી શરૂ થઈ ગઈ છે.બજારોમાં કપાસની સમતુલા જળવાય રહે એવાં હેતુંસર ખેડૂતોની માંગણી હતી કે કોટન એસોસિએશન ઇન્ડિયા દ્વારા પણ પાલેજ સેન્ટર ઉપર કપાસની ખરીદી શરૂ કરવામાં આવે એ મુજબ અહીં સી સી આઇ એ પણ પાલેજની ખાનગી જીનીગમાં કપાસની ખરીદીની શરૂઆત કરતાં ખેડૂતો રાજીના રેડ થઈ ગયાં છે.મંદીનાં માહોલ વચ્ચે કપાસની પુર ઝડપે ખરીદી તેમજ ટેકાના ઉંચા ભાવો નાં પગલે બે દિવસ માં પાંચસો કવીંટલ કપાસ ની ખરીદી થયાની માહિતી મળી છે. સી.સી.આઇ કેન્દ્ર સંચાલક શ્રી ડી.ડી.સોલંકી નાં જણાવ્યા અનુસાર બે દિવસ માં ખેડૂતોનાં કપાસની આવક પ્રમાણે આશરે સો રૂ કપાસ ની ગાંસડીનાં કપાસની ખરીદી કરાઈ છે. ક્વોલિટી મુજબ અને ૮ ટકા ભેજનું પ્રમાણ કપાસનાં ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૫૫૦૦ નાં ટેકા ના ભાવે ખરીદી કરાઇ છે તેમજ ભેજનું પ્રમાણ વધુ હોય તો એ મુજબ કપાસનાં ભાવો આપવામાં આવે છે.
પાલેજની લેહરી કોટન ખાતે સી.સી.આઇ એ કપાસ ખરીદી ની શરૂઆત કરી છે.
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ