પાલેજમાં યશ જવેલર્સમાંથી દાગીનાની ચોરીની ઘટના બે-ત્રણ દિવસ અગાઉ બની હતી જે અંગેની ફરિયાદ પાલેજ પોલીસમાં આખરે મોડે મોડે નોંધાવા પામી હતી.
પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર પાલેજ બજાર પાછળ બેંક રોડ બાજુમાં યશ જવેલર્સ નામની દુકાન માં તારીખ ૧૪મી ના મોડી રાત્રે બંધ દુકાન તેમજ મકાન ને મારેલા તાળા તોડી દુકાન માં પ્રવેશી ચોર ટોળકી દ્વારા એક લાખ ચોરાણું હજારના દાગીના ચોરી ગયા હતા. યશ ઝવેલર્સ નામની દુકાન તથા બંધ મકાનને મારેલા તારા નકૂચા તોડી કરી દુકાનના ટેબલના ડ્રોઅરમાંથી મુકેલ ચાંદીના સાંકડા નંગ ૧૦૦ આશરે પાંચ કિલોગ્રામ વજન તેની કિંમત ૬૦ હજાર રૂપિયા ચાંદીની ચેઇન ૫ ગ્રામ થી ૫૦ ગ્રામ વજનની જે મળી ૭૦૦ થી ૮૦૦ગ્રામ વજન ની કિંમત ૨૫ હજારની તેમજ ચાંદીના આંબલીયા તેમજ ચાંદી ની લકી તેમજ ચાંદીની વીંટી જે તમામ મળીને એક કિલોગ્રામ વજન જેની કિંમત ૨૫ હજાર રૂપિયા તેમજ સોનાની કાનની કડી જોડી એક જેની કિંમત ૧૦૦૦૦ રૂપિયા કાન ની શેરો નંગ ૩ જેની કિંમત ૧૮ હજાર રૂપિયા વીંટી નંગ ૧૬ જે લેડીઝ વિટી બોક્સ માં મુકેલ જેની કિંમત ૨૭૦૦૦ જેમાંથી કાઢી લઇ ગયેલ છે તેમાં દુકાનના અંદરના ભાગે સીસીટીવી ફૂટેજની ડીવીઆર તેમજ વાઇફાઇ બોક્સ મળી જે કિંમત ૪૦૦૦ મળી કુલ ૧૯૪૦૦૦ ની કોઈ અજાણ્યા ઈસમ દુકાનના દરવાજાને તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હતી આ અંગેની ફરિયાદ તારીખ ૧૬ મીના રોજ પાલેજ પોલીસ સ્ટેશનમાં યશ ઝવેલર્સ ના માલિક સુરેશભાઈ મોહનભાઇ સોનીએ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટના સમયે અન્ય એક બંધ મકાન માંથી પણ સોના ના ઘરેણાં ચોરાયાની માહિતી સૂત્રો દ્વારા મળી આવેલ છે જેની ફરિયાદ હજુ સુધી નોંધાયેલ નથી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ