કંબોલી હાઇસ્કુલ માં આંતરવર્ગીય વિજ્ઞાન પ્રદર્શન અંગે ની હરીફાઈ યોજાઈ
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કંબોલી હાઇસ્કુલ શાળા માં બાળ વિજ્ઞાની ઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯ નાં સંદર્ભે સ્વ પ્રયત્ને કૃતિઓનું સર્જન કર્યું હતું.જેનું પ્રદશન શાળા ના આંગણ માં કરવામાં આવ્યું .જેમાં ” ટકાઉ કૃષિ પદ્ધતિ ઓ”(૨)સ્વસ્થતા અને સ્વાસ્થ્ય (૩) સંસાધન વ્યવસ્થાપન( ૪)ઉધોગિક વિકાસ(૫)ભવિષ્ય માં પરિવહન અને પ્રત્યાયન./ગાણિતિક નમૂના નિર્માણ ને લગતી કૃતિ ઓ માં પ્રથમ . સ્વચ્છ ભારત બીજા ક્રમે ઉધોગિક વિકાસ દ્વારા પ્રદુષણ ત્રીજા ક્રમે સૌર ઉર્જા વડે ચાલતી એલઇડી લાઈટ અને પવન ચકી .સંચાલક મંડળ તરફ અહમદ પટેલ હાજર રહી વિદ્યાર્થી ઓ ને બિરદાવ્યા હતા. ૧૪ જેટલાં વિદ્યાર્થી ઓ એ ભાગ લીધાં હતાં.નિર્ણાયક તરીકે શિક્ષકો ઈરફાન પટેલ.એમ ઝેડ.ઠાકોર.તોસિફ પટેલે કામગીરી બજાવી હતી.કાર્યક્રમ નું સંચાલન વિજ્ઞાન શિક્ષક યુનુસ ભાઈ પટેલ અને આચાર્ય સરફરાજખાન પઠાણ એ કર્યુ હતું.