દેશભરમાં ૧૪મી નવેમ્બરના રોજ બાળદિન કે જે સ્વર્ગીય પ્રધાન મંત્રી શ્રી જવાહરલાલ નેહરૂજીના જન્મદિન પ્રસંગે ઉજવાય છે ત્યારે બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કૂલ માં બાળમેળાનું ભવ્ય આયોજન કરી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી .
પાલેજ-વલણ રોડ ઉપર આવેલી બ્લુમુન શાળામાં બાળ દિન પ્રશંગે બાળ મેળાનું આયોજન કરી બાળદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, વલણ ગામના ડે.સરપંચ મુસ્તાકભાઈના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળા દ્વારા આયોજિત બાળ મેળામાં મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી આયોજિત મેળામાં બાળકોને આનંદ મળે તે હેતુથી જુદી-જુદી રમતો ચકડોળ તથા જાતજાતની ખાવાની વસ્તુઓ જેમકે પાણીપુરી ,આલુપુરી, પાવભાજી પાપડીનો લોટ, ઠંડુ પીણું વગેરે જેવી સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફોટો ઝોન પણ રાખવામાં આવ્યો હતો. બાળકો વાલીઓથી માંડીને સ્ટાફ ગણ સૌએ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. આ રીતે ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સમગ્ર આયોજનને શાળાના આચાર્યશ્રી ઉમા બહેને તથા શાળાના ચેરમેન શ્રી ઇદ્રીશ સાહેબે કાર્યક્રમનું વખાણ્યો હતો તથા કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કે જે સમાજને શાળા સાથે જોડી બાળકોમાં પણ વ્યવહારિક જ્ઞાન વધે તે જણાવી કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરનાર સ્ટાફ ગણને બિરદાવ્યો હતો.
પાલેજ : વલણ બ્લુમુન શાળામાં બાળ દિવસે બાળમેળાનું આયોજન.
Advertisement