પાલેજ સહિત પંથકના ગામોમાં રવિવાર નાં રોજ સવારે ઈદ-એ-મિલાદ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં પ્રસંગને અનુરૂપ ઉજવણી કરાઈ હતી. પાલેજ નગરમાં બજાર તેમજ સોસાયટી વિસ્તારોમાંથી તેમજ અહમદનગર માંથી ઝુલુસ નીકળ્યા હતા જે મક્કા મસ્જિદ થઈ ફરીદબાવા કમ્પાઉન્ડમાં એકત્ર થયા હતા. અહીં ચિસ્તીયા મોટા મિયા બાવા નાં મઝાર ખાતે ચિસ્તીયા સલીમઉદ્દીન બાવા તેમજ ચિસ્તીયા મોઇનઉદ્દીન બાવા મતાઉદ્દીન ચિશ્તીયા બાવા એ મુસ્લિમ બિરાદરોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.કોમી એકતા ભાઇચારાની બેમિશાલ માટે સમગ્ર ગુજરાતમાં આગવી પ્રતિભાશાળી મિસાલ કાયમ કરનાર ચીસતીયા પરિવાર દર વર્ષે ઇદ-એ-મિલાદની ઉજવણી કરી રહ્યા છે આ પ્રસંગે દેશ અને દુનિયામાં અમન શાંતિ કાયમ બની રહે એવી પ્રાર્થના કરી હતી. અંતે મુસ્લિમ બિરાદરોને ભાવભીની વિદાય આપી હતી. પાલેજ ઉપરાંત વલણ,ઇખર,માકણ,કબોલી, ટકારીયા પંથક નાં ગામો માં ઇદ-એ-મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી પાલેજ પોલીસે રાબેતા મુજબ બંદોબસ્ત કર્યો હતો.
ઐયુબ મોદી:- પાલેજ