ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર નજીક પાલેજ જી.ઇ.બી દ્વારા ઉભું કરવામાં આવેલ ટી.સી હાલ ચોમાસાના વરસાદ બાદ પણ લોખંડના પોલ નીચે ચારો તરફ વરસાદી પાણી ભરાયેલાં જોવા મળી રહ્યા છે.અહીં જો રાત મધરાતે ટી.સી માં વીજ ફોલ્ટ થાય તો હેલ્પર દ્વારા પગ મુકવાની પણ જગ્યા નથી ઉપરાંત સમગ્ર ટી.સી નાં ભાગે પાણી ઉપર લીલ બાજી ગયેલી નજર પડી રહી છે. રેલવે ફાટક ના મુખ્ય માર્ગ ની બિલકુલ બાજુ માં ઉભું કરવામાં આવેલ ટી.સી રાહદારીઓ માટે પણ કોઈક દિવસ જોખમવી પુરવાર થઈ શકે એમ છે જેથી તંત્ર આ તરફ ધ્યાન આપી ટી.સી નીચે નું પાણી હટાવી ઉંચાઈ ઉપર ડી.પી સ્ટેશન ખસેડવામાં આવે તેમજ કોઈ અંદર પ્રવેશી ના શકે એવી વ્યવસ્થિત ફેનસિંગ કરવા લોકો માંથી માંગ ઉઠી રહી છે.
Advertisement