ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ નજીક આવેલ કરજણ તાલુકા નાં વલણ ગામ માં ડેન્ગ્યુ નાં તાવ નાં ડઝન બંધી દર્દીઓનો પોઝીટીવ રિપોર્ટ આવતાં ખળભળાટ વ્યાપી ગયો છે.
પાલેજ પંથક માં ડેન્ગ્યુ માથું ઊંચકી રહયો છે પાલેજ થી ૩ કી.મી ના નજીવા અંતરે આવેલા કરજણ તાલુકાના સૌથી મોટા એવા વલણ ગામે ૧૬ જેટલા દર્દીઓ ડેન્ગ્યુ ની સારવાર હાલ માં વલણ સાર્વજનિક હોસ્પિટલ માં લઈ રહ્યાં છે.એક સાથે આટલી મોટી સંખ્યા માં ડેન્ગ્યુ ના તાવ ના દર્દીઓ થી હોસ્પિટલ ઉભરાતા જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક પગલાં ભરવા લોકો માંથી માંગણી ઉઠી રહી છે.
પાલેજ પંથક તેમજ વલણ ગામ ડેંગ્યુ માં સપડાતાં લોકો માં ફફડાટ ની લાગણી ફેલાઇ છે વલણ નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર દ્વારા તબીબી સુવિધા માં વધારો કરવા વલણ નાં તાલુકા સદસ્ય સીરાજ ભાઈ ઇખરીયા એ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય નું પણ ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં ભરવામાં આવે જેથી આ રોજ વધુ લોકો માં પ્રસરતા પેહલા રોકી શકાય. સમગ્ર પંથક માં રોગચારો વકરી જતાં ગ્રામીણ વિસ્તાર ની પ્રજા માં ફફડાટ ની લાગણી જોવા મળી છે.