ભરૂચ તાલુકા ના પાલેજ ખાતે આવેલા મુનસ્ટાર ઇલેક્ટ્રિક્સ માંથી પાલેજ ના જ યુવક દ્વારા મોબાઇલ ફોન ની ખરીદી કરી રૂપિયા ૫૫૦૦૦૦ નો ચેક આપ્યો હતો જે પરત ફરતા વેપારી ભરૂચ કોર્ટ ના દરવાજે જતા ભરૂચ કોર્ટ દ્વારા યુવક ને ૧ વર્ષ કેદ ની સજા ફટકારવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ બજાર માં આવેલ મુનસ્ટાર ઇલેક્ટ્રિક્સ ની દુકાન ઉપર થી પાલેજ ના જ યુવક રેહાન પઠાણ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન વિવિધ કંપની ના મોબાઇલ ફોન ની વારંવાર ખરીદી કરવામાં આવી હતી, જે પેટે રેહાન પઠાણ દ્વારા ભારતીય સ્ટેટ બેંક પાલેજ શાખાનો રૂપિયા ૫,૫૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો.
મુનસ્ટાર ઇલેક્ટ્રિક્સ ના મલિક દ્વારા ચેક બેંક માં જમા કરાવતા ચેક બાઉન્સ થઈ પરત ફરતા રેહાન પઠાણ નો સંપર્ક સાધવામાં આવતા રેહાન દ્વારા કોઈ જ સહકાર ના મળતા છેવટે પોતાના વકીલ એમ.વાય.પટેલ મારફતે ભરૂચ કોર્ટ માં ન્યાય માંગવામાં આવ્યો હતો જ્યાં ૧ વર્ષ દરમિયાન કેશ ચાલી જતા કોર્ટ દ્વારા ફરિયાદી મુનસ્ટાર ઇલેક્ટ્રિક્સ ની તરફેણ માં ચુકાદો આપી રેહાન ખાન પઠાણ ને એક વર્ષ ની સાડી કેદ તેમજ ચેક ની રકમ ૬૦ દિવસ માં ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો હતો, ઉપરાંત જો રકમ ની ભરપાઈ કરવામાં મોડુ કરવામાં આવે તો વધુ ત્રણ માસ ની કેદ નો હુકમ કરવામાં આવ્યો હતો.
પાલેજ ના વેપારી ને આપેલા ચેક પરત ફરતા યુવકને ૧ વર્ષની કેદ
Advertisement