ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરુચ જિલ્લામાં ભારે વરસાદ પછી કપાસનો પાક ને વ્યાપક નુકસાન થયું છે જોકે હવે વરસાદ અટકી તડકો નીકળતાં ખેડૂતોને રાહત છે. ખેતરો માં સતત વરસાદ નાં કારણે ઊગી નીકળેલા ઘાસ ચારા ને ઉખાડી ફેંકી દેવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે.
પ્રાપ્ત માહિત અનુસાર સતત વરસાદ નાં કારણે વીસ વરસ બાદ પહેલી વાર ચાલુ વર્ષે દશેરાના તહેવાર નિમિત્તે કપાસની ખરીદી ના મુર્હતો પાછા ઠેલાયા હતાં .દિવાળી આસપાસના દિવસો માં કપાસના પાકના ઉતારા થવાની સંભાવના જોતા કપાસની સિઝન લગભગ દોઢ મહિનો મોડી શરૂ થઈ શકે છે આથી જિનર્સ વેપારીઓ કપાસની ખરીદી માં અવઢવમાં મુકાઇ જવા પામ્યા છે.
કપાસ નો ગઢ ગણાતાં પાલેજ ખાતે પાછલા બે-ત્રણ વર્ષ થયા સી.સી.આઇ દ્વારા કપાસની ખરીદીનું સેન્ટર શરૂ નહીં થતા ખેડૂતો દ્વારા સી.સી.આઇ ની માંગણી કરે છે છતાં દાદ મળતી નથી. સી.સી.આઇ દ્વારા કપાસ ની ખરીદી કરી જિનર્સ પાસે પિલાણ અને રૂ ની ગાંસડીઓ નું કામ કરવામાં આવે છે જેમાં જિનર્સ પર આકરા નિયમો નું પાલન કરવાની જવાબદારી લાગુ પાડતાં પાલેજ ખાતે સી સી.આઇ કેન્દ્ર માટેની જગ્યા તેમજ કપાસ પિલાણ કરવાની કામગીરી હાથ ધરવા જિનર્સ ના પાડે છે સી.સી.આઇ ના અધિકારીઓ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે અને કપાસ માં ટેસ (કીટી) ઉતારો( રૂ વધારે અને કપાસિયા ઓછા)તેમજ ઘટ કપાસના પિલણ માં સાડા ત્રણ ટકા આવે છે ત્યારે સી.સી.આઇ ત્રણ ટકા ઘટ આપવાની સહમતી માગે છે આથી જિનર્સ ને તે નહીં પરવડતાં પાલેજ માં સી.સી.આઇ સેન્ટર શરૂ થતા નથી.સરકારે લાગુ પાડેલ નિયમો બદલી જીનર્સ વેપારીને પોસાય મુજબ ની માગણી ખેડૂત આલમ માં ઉઠવા પામી છે.