Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ગ્રામપંચાયતમાં નવા મહિલા ડે. સરપંચ નિમાયા

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ ઉપસરપંચ ની અવિશ્વાસની દરખાસ્ત બાદ આજ રોજ ડે. સરપંચ માટે ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સદસ્ય દેવયાની બેન ગોહિલને બિનહરીફ પદ્ધતિ થી ચૂંટાઈ આવ્યા હતા.
પાલેજ ગ્રામ પંચાયતમાં થોડા દિવસો પહેલા ઉપસરપંચ હસ્મિતાબેન ઘનશ્યામભાઈ પટેલ ની સામે નીઅવિશ્વાસ ની દરખાસ્ત મંજુર થતા પાલેજ ગ્રામ પંચાયત ખાતે ડે. સરપંચ ની બેઠક ખાલી પડી હતી જે અંગે આજે બુધવારે ગ્રામ પંચાયત સદસ્ય દેવયાનીબેન વિરેન્દ્રસિંહ ગોહિલે ડે. સરપંચ ના પદ માટે ફોર્મ ભરતા બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા જેમાં પાલેજ ગ્રામ પંચાયતના ૧૬ સભ્યોમાંથી ૧૨ સભ્યોએ હાજર રહી દેવયાની બેન વિરેન્દ્રસિંહ ગોહિલ ને મત આપ્યો હતો અન્ય સભ્યો ગેરહાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

દેડીયાપાડા તાલુકાનાં મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat

અંકલેશ્વર ઉધોગ મંડળ સૌજન્યથી આજે જીવન જરૂરી કીટનું ગરીબ, વિધવા તથા મજુરવગૅને વિતરણ સોરઠીયા સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!