વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
મુંબઇ મહારાષ્ટ્ર માં સહકારી બેંક પી.એમ.સી માં બનેલી ઘટના ના પડઘા વલણ ખાતે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્ર માં જોવા મર્યા છે. સામાન્ય લોકો માં ગભરાહતના પગલે બેંક માં પૈસા ઉપાડવા પડાપડી થતા બેંક દ્વારા પોસ્ટરો લગાડી આ રાષ્ટ્રીયકૃત બેંક છે તેમજ તમારી જમા રકમ સલામત છે એમ જણાવવું પડ્યું હતું
વલણ બૅન્ક ઓફ મહારાષ્ટ્ર ના બેન્ક મેનેજર સુદેશ કુમારે એક નિવેદન માં જણાવ્યું છે.
મુંબઈ મહારાષ્ટ્ર માં સરકારી બેંક (પી.એમ.સી) માં બનેલી ઘટનાઓ સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર ને કોઈ પણ નિસ્બત નથી. અહીં ગ્રાહકો નાં નાણાં સલામત હોવાનું જણાવી મેનેજરે અફવા ઓ સબંધી બાબતો નો રદિયો આપ્યો હતો અને ગ્રાહકો ને ચેક તેમજ પાન કાર્ડ ઉપર પૂરતી રકમ આપવામાં આવે છે એમ જણાવ્યું હતું ઉપરાંત જેઓ પાસે ચેક બુક નથી એવા ગ્રહકોએ બેન્ક માંથી ચેક બુક ની સગવડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ બેન્ક ની શાખા દ્વારા નાણાં ઉપાડવા ની કોઈ મર્યાદા મૂકી નથી.ગ્રાહકો ને પૂરતી રકમ આપવામાં આવે છે.