Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

Share

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નીમીત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજીત દાંડીથી સાબરમતી જઈ રહેલી ગાંધી સંદેશ યાત્રા રવિવારે ભરૂચ થી નબીપુર થઈ ૧૧-૩૦ કલાકે પાલેજ હાઈવે ચોકડી ઉપર આગમન થતા ભરૂચ તાલુકા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સહીત પાર્ટીના કાર્યકરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું .

Advertisement

મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી પ્રસંગે કોંગ્રેસ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે આજ રોજ પાલેજ ખાતે આવી પહોંચી હતી. પાલેજ નેશનલ હાઈવે હાઈવે પર ઉપસ્થિત ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, યુનુસપટેલ, સુલેમાન પટેલ, દિલાવર પટેલ,મકબુલ અભલી, વલણ તાલુકા સદસ્ય સીરાજ ઇખરીયા,જંબુસર ધારાસભ્ય શ્રી જયસિંહ સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ જસુબેન પઢીયાર, સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલા શેરખાન પઠાણ, પાલેજ તાલુકા સદસ્ય મોહસીન ખાન પઠાણ કાર્યકર સોયાબ ખાન પઠાણ,અબ્દુલ ખાન પઠાણ,પઠાણ મોહસીન તેમજ ગામના યુવાનોએ શોભાયાત્રાનું પૂરજો સ્વાગત કર્યું હતું. સાથે જોડાયેલા વડોદરાના કોંગ્રેસના અગ્રણીઓ મોવલીન વૈષ્ણવ તેમજ કોંગ્રેસના આગેવાનો નું ફૂલહારથી સ્વાગત કર્યું હતું .


Share

Related posts

ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને નુકશાની વળતર માટે ૧૨ સરવે ટીમો બનાવાઇ કામગીરી શરૂ કરાઈ

ProudOfGujarat

રાજપીપળા : આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવી રેલી યોજી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા આઠ વર્ષીય બાળકે રમઝાન મહિનાના તમામ રોજા અદા કરી અલ્લાહની ઇબાદત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!