Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-પાલેજના વેપારી સાથે 1.77 લાખની છેતરપિંડી કરનાર 3 સામે ફરિયાદ

Share

 
પાલેજ જીઅાઇડીસી વિસ્તારમાં અાવેલી પારસમણી અોઇલ મીલના સંચાલકને ત્રણ ગઠિયાઅોઅે 1.77 લાખનો ચૂનો ચોપડ્યો હતો. ગઠિયાઅો પાસેથી કપાસિયાની ખોળ ભરેલી 200 બોરી ખરીધી કર્યા બાદ રૂપિયા નહીં ચુકવતાં 3 શખ્સો વિરૂદ્ધ પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર અાવેલાં નિલકંઠ નગર ખાતે રહેતાં રાકેશ માણેકલાલ મોદીની પાલેજ જીઅાઇડીસી ખાતે પારસમણી અોઇલ મીલ અાવેલી છે. ગત અેપ્રિલ મહિનામાં તેઅો તેમની મીલ પર હતાં. તે વેળાં સમીર ઉર્ફે સિરાજ, મેહૂલ ભરવાડ તેમજ ચેતન ભરવાડ નામના ત્રણ શખ્સો આવ્યાં હતાં. તેમણે તેમની મીલમાંથી કપાસિયાના ખોળ ખરીધવાના હોઇ તેમણે રૂપિયા 1.07 લાખ રૂપિયાનો ચેક આપી 120 બોરી કપાસના ખોળની ખરીધી કરી હતી. જે બાદ બીજા દિવસે તેઓ પરત આવ્યાં હતાં અને તેમના ટેમ્પોમાં કુલ 70 હજાર ઉપરાંતની કપાસિયા ખોળની 80 બેગ ભરાવી હતી. બાદમાં તેઓ ત્રણેય નજર ચુકવી ટેમ્પો લઇ જતાં રહ્યાં હતાં. ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓ દ્વારા રૂપિયા આપવામાં ગાળિયું કાઢતાં હતાં. બીજી તરફ તેમનો 1.07 લાખનો ચેક પણ બાઉન્સ થઇ ગયો હતો. જેના પગલે તેમણે કોર્ટ કેસ કર્યાં બાદ બનાવ સંદર્ભે પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી…સૌજન્ય

Advertisement

Share

Related posts

લ્યો બોલો, જ્યાંથી વિદ્યાર્થીઓ અને નેતાઓ સારા પરિણામોની અપેક્ષાઓ રાખતા હોય છે તે ભરૂચની કોલેજમાં પીવાના પાણીના પણ વલખા..!!!

ProudOfGujarat

ગોધરા માં સમસ્ત મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવ પીર ની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

ProudOfGujarat

બાયડના લીંબ નજીક કતલખાને લઈ જવાના ઈરાદે ડાલામાં ભરીને લઈ જવાતી ચાર ગાયોને જીવદયાપ્રેમીઓએ બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!