Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાલેજની તેજસ્વી વિદ્યાર્થીની સન્માનિત પામી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

Share

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાલેજની તેજસ્વી વિદ્યાર્થીની સન્માનિત પામી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

વડોદરા માં વાઘોડિયા ખાતે જાણીતી પારૂલ યુનિવર્સિટીમાં વિવિધ ડીગ્રી ડિપ્લોમા વિભાગો માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું શુક્રવાર નાં રોજ સન્માન કરી પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. જેમાં પાલેજ ની વિદ્યાર્થીની ફાર્મસી બી.ફાર્મ પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી આલિયા ઝાકીર બુટવાલા તેમજ બીજા વર્ષ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આફતાબ રહે. બારામુલ્લા અને ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આમીરા રહે.અંકલેશ્વર પ્રથમ ક્રમાંક હાંસલ કરી યુનિવર્સિટી નું ગૌરવ વધારવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીમાં વિવિધ વીભાગો નાં ૧૦૦(સો ) થી વધું વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત થી સન્માનવામાં આવ્યા હતા.આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટી નાં મુખ્ય ડિરેક્ટર ડો. પારૂલ બેન પટેલ તેમજ ડો.ગીનીકા પટેલ, ડો.એચ .એસ.વિજય,ડો. એમ.એન.પટેલ મુખ્ય હતા તેઓ નાં હસ્તે વિદ્યાર્થી ઓ ને સરસ્વતી સન્માન સમારંભ માં પ્રેરણા રૂપ પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.


Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા નવાદીવા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!