ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પ્રાપ્ત માહિતી અનુસાર જી.આઇ.ડી.સી. પાલેજ એકમનાં પ્રમુખ તેમજ સેક્રેટરી દ્વારા અહીં એક વિશાળ જગ્યામાં ૨૦૦ થી ૨૨૦ ફૂટ ઊંડા બે-બે બોર ડ્રિલિંગ કરી વરસાદી પાણી ગાળીને જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે. જેનાંથી જળસ્તરમાં પણ સુધારો થઇ રહ્યો છે.અગાઉ જે પાણી માં ૧૮૦૦ ટી.ડી.એસ નું ઊંચું પ્રમાણ હતું તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ટી.ડી.એસ ૬૦૦ જેટલું થઈ રહ્યું છે.ચોમાસામાં લાખો લીટર વરસાદી પાણી વ્યર્થ રીતે ખાડીઓમાં ખુલી જગ્યાઓમાં ભરાઈ છે જેનું બાષ્પીભવન થઈ જતું હતું.આ વરસાદી પાણી ને જમીનમાં વ્યવસ્થિત રીતે ઉતારવાની યોજના ઘડી પાણી નો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.ચાલું વર્ષે વરસાદ નું પાણી વધુ પ્રમાણમાં સંગ્રહ કરવાં માટે બે નાનાં તલાવડી ઓ પણ તૈયાર કરી છે.જેથી એક સાથે પાંચ કે વધું ઈંચ વરસાદ પડે તો પાણી તલાવડી માં ભરાય અને તે પાણી ગટરો મારફતે બોર વેલ માં નાંખી શકાય છે.હાલ માં વરસાદ નું પાણી બે દિવસ સુધી સતત જમીન માં ઉતરે છે.હજી પણ એક બોર તૈયાર કરવાની યોજના છે. જેના કારણે બારેમાસ પાણી વિપુલ પ્રમાણ માં મળી રહે છે એમ સેક્રેટરી ઇસરાર ભાઈ શેખે એક વાતચીત માં જણાવ્યું હતું.
અહીં ૩૦૦ મીટર માં ગ્રીન બેલ્ટ તૈયાર કરાયો છે.જે જમીન વેરાન હતી ત્યાં વૃક્ષઓ નો ઉછેર કરવામાં આવ્યો છે.તેમજ જમીન ને સમતલ કરી અહીં દરો ઘાસ નું વાવેતર કરતાં પગરખાં વગર ખુલ્લા પગે પણ ચાલવાનું શક્ય બનાવ્યું છે.જી.આઇ.ડી.સી.માં કેટલીક કંપનીઓએ પોતાના ખર્ચે કંપની ની ખુલ્લી જગ્યાઓ માં વૃક્ષઓ નો ઉછેર કરી તેનું જતન કરે છે.આ રીતે પણ પર્યાવરણને ઉત્તેજન આપવા પ્રયત્નો થઈ રહ્યા છે.