દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના વેપારી મથક એવા પાલેજ ખાતે સમાજ સેવા અંગેનું મહત્વનું કામ ચાલી રહ્યું છે.જે અંગે પાલેજના સરપંચ નશીમબાનુ જણાવ્યા અનુસાર પાલેજ પંચાયતમાં છેલ્લા ૩ દીવસ થી ગામની હીન્દુ વિઘવા માં-બેહનોને સાડી વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જે ગઈકાલે પૂરો થયો હતો.જેમાં ગામની ૪૦૦ જેટલી હીન્દુ વિઘવા માં-બેહનોને સાડીઓ વહેચવામાં આવી હતી. સાથે-સાથે ગુજરાત સરકારની વિઘવા પેન્શન યોજનાના ૨૦૦ થી વધુ ફૉમ ભરવામાં આવ્યા હતા.જેના માટે પંચાયત કચેરી માં બે સ્પેશ્યલ ટેબલ ચાલુ કરવામાં આવ્યા હતા અને વિઘવા બેહનોને કોઈ તકલીફ ના પડે તે માટે ઝેરોક્સ ,આવકના દાખલા તાત્કાલિક કાઢી આપવામાં આવ્યા હતા.તે ઉપરાંત ઉંમરના દાખલા ગામમાં જ મળી જાય તે માટે આરોગ્ય સેન્ટરને રજુઆત કરતા શર્મા મેડમે ૧૫૦ થી વઘુ ઉંમરના દાખલા કાઢી આપ્યા હતા અને ગામના બંને તલાટીઓએ તથા પંચાયતના બંને ક્લાર્ક રમેશભાઈ ઠાકોર તથા અહમદ મલેકે પણ ખુબ મહેનત કરી વિધવા મા-બહેનોને મદદ કરી હતી.પાલેજ પંચાયત ગામના દરેક વર્ગ અને લોકોની સાથે જ છે અને ગામ લોકોના દરેક સુખ-દુખમાં સાથે જ રહેશે.