પાલેજ.તા.૧૬/૭/૧૯
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ભરૂચ તાલુકામાં જાણીતાં વેપારી ઔદ્યોગિક નગર પાલેજ ખાતે ગ્રામ પંચયાત કચેરીનાં કમ્પાઉન્ડમા કાર્યરત સીટી સર્વેની કચેરીએથી ઉપલબ્ધ ઓનલાઈન જીસીવાનની સુવિધા છતાં પાછળનાં કેટલાક મહિનાના સમયગાળાથી અહીં કાયમી સીટી સર્વે ટેક્નિશિયનના અભાવે જીસીવાનની સુવિધાનો લાભ લોકોને મળતો નથી.આ અંગે જિલ્લા સમાહર્તાને પણ રજુઆત કરવામાં આવી છે.આજે પણ લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો મેળવવા માટે ભરુચ જવું પડે છે.જેથી કરીને પાલેજ જીસીવાનની ઉપલબ્ધ સુવિધાનો લાભ નિયમિત મળે એ માટે સીટી સર્વેયરની નિયમિત અને કાયમી ટેક્નિશિયન મુકવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.પાલેજ માં હજારોની સખ્યાંમાં મિલકત ધારકો, પ્લોટ માલિકોને નકલોની પડતી મુશ્કેલી કાયમી ધોરણે દુર કરવામાં આવે એવી લોકો માંગણી કરી રહ્યા છે.
Advertisement