Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નબીપુર ખાતે પશુ પાલન નો વ્યવસાયક નાં ફાર્મ ઉપર થીપાંચ બકરા ની ચોરી

Share

નબીપુર ખાતે પશુ પાલન નો વ્યવસાયક નાં ફાર્મ ઉપર થી પાંત્રીસ હજાર ની કિંમત નાં પાંચ બકરાં ની ગાડી માં ભરી ઉઠાંતરી કરી લઈ ગયાં ની નબીપુર પોલીસ માં ફરિયાદ નોંધાય હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર ઝનોર ચોકડી પાસે આવેલાં બ્રીઝ ની પશ્ચિમ બાજુ માં બકરાં ઉછેર(પશુ પાલન) નું કામ કરતાં યુનુસ ઉર્ફે બાબુ મુશા પટેલ તા.૧૮ મી નાં રાત્રે ૧૧ વાગ્યાં નાં સુમારે ફાર્મ ઉપર સુવા માટે ગયેલાં જ્યાં ફાર્મ ઉપર ચાર બકરી ઓ અને એક સફેદ બકરો બાંધેલાં હતાં. સવારે ઉઠી તપાસ કરતાં બકરાં જોવા મળેલ નહિ.આ થી તપાસ કરતાં ગામ ના એક ઇસમે ફાર્મ નજીક ગ્રે કલર ની ઈન્ડિગો પાર્ક કરેલી જોઈ હતી.અને જેમાં બકરાં ભરી જતાં જોવાયેલ પરંતુ ગાડી નો નંબર જોઈ શકાય નહીં.બકરાં ચોરી થયાં અંગે ની ફરિયાદ પોલીસ માં નોંધાવી હતી.જેમાં ચાર બકરીઓ ૨૮૦૦૦/ હજાર એક સફેદ બકરાં ૭૦૦૦/ કિંમત મળી ૩૫૦૦૦/ ની કિંમત નાં બકરાં ની ચોરી થઈ હતી.
હાઇવે ને એડી ને આવેલાં ગામો માં ફોરવિહલર ગાડી ઓ લઈ બકરાં ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બનતાં પશુ પાલકો ની ઊંઘ હરામ થઈ જવા પામી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની BEILને ગ્લોબલ CSR એવોર્ડ-2019 એનાયત થયો.

ProudOfGujarat

સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો.

ProudOfGujarat

લીંબડીના સસ્તા અનાજની દુકાન પર પુરવઠા મામલતદાર આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!