ઈમરાન ઐયુબ મોદિ
સતત ત્રીજા દિવસે મેઘ મહેર ચાલુ રહેતાં ખેતરો, ગામ, તળાવો છલકાય ગયાં છે.ભરુચ સહીત પાલેજ તેમજ નબીપુર અને નારેશ્વર પંથક નાં ગામો માં શનિવારે રાત્રીનાં અગિયાર વાગ્યાં નાં અરસામાં ભારે વરસાદ વરસ્યો હતો.પાલેજ સીમલિયા સહિત અનેક ગામો નાં તળાવો માં જળ બંબાકાર થતા વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગામ તળાવો ભરાઈ ને છલકાય ગયાં હતાં.ખેતરો માં અને વોકરાં ખાડીઓ વરસાદી પાણી થી ભરાય ગયા છે.ચારેતરફ વરસાદ નાં પાણી થી ખેતરની જમીન રસ તરબોળ થઈ જવા પામી છે.ખેડૂતો ની ધારણા કરતાં પણ વધારે વરસાદ વરસી પડતાં ખેતીવાડી માં ઉગેલા કપાસ નાં પાકો બળી જવાની ભીતી સેવાય રહી છે.ખેડૂતો નાં મોંઘા ભાવો નાં બિયારણો વધુ વરસાદ માં બળી જાય પાણી માં પેચાય જાય તો લાખો નું નુકસાન થઈ શકે છે.ફરી થી બિયારણ નું વાવેતર કરવાં માં ખેડૂતો ને ડબલ નુકસાન જશે.
નારેશ્વર પંથક નાં સારિંગ ગામ ની ખેતીની સીમમાં થી પસાર થઈ માત્રોજ થઈ સેગવા થઈ હાઇવે પસાર કરી આગળ વધતી ભૂખી ખાડી માં વરસાદી પાણી આવતાં બે કાંઠે છલકાય ખેતરો માં પાણી ફરી વળતાં ભારે નુકસાન ની ભીતી સેવાય રહી છે.અવિરત રવિવારે પણ વરસાદ ચાલું જ રહ્યો હતો.સતત વરસાદ નાં પગલે નીચાંણ વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં હતાં.