Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો.

Share

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27 મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવાય છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.

હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી, હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા, ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા, અલૌકિક આજ્ઞા અને રુહાનિ ઇલ્હામ મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા. આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી, ગાદીના માનવીય સિદ્ધાંતો, માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો, આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા.

Advertisement

દરગાહ પરિસરમા સંદલ શરીફની વિધિ બાદ ફુલ ચાદર પેશ કરી આપના પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા દેશમાં શાંતિ ભાઈચારો બની રહે એ માટે આ પવિત્ર દિવસે ખાસ દુઆ કરવામાં આવી હતી, તેઓની સાથે તેઓના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તી તેમજ કુટુંબીજનો હાજર રહ્યા હતા, સાંજે ઇફતારીનું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવેલા હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

ProudOfGujarat

બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!