ભરૂચ જિલ્લામાં આજે બે સ્થળે અગ્નિ તાંડવ જોવા મળ્યું હતું, પ્રથમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે હતી જેની ગણતરીના સમયમાં જ પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં રબર બનાવતી નર્મદા વેલી નામની ફેક્ટરીના સ્ટોરેજ રૂમમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
રબર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગે કરવામાં આવતા ફાયરના લાશકરો લાયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં આગ કાબુમાં લેતા ઉપસ્થિત લોકો સહિત કંપની કર્મચારીઓએ રાહતનો શ્વાશ લીધો હતો.
પાલેજ જીઆઈડીસી વિસ્તાર આવેલ આ ખાનગી કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે કંપનીમાં આગના પગલે સ્ટોરમાં નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, સમગ્ર આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.