આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. એમ. પાટીદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઇદે મિલાદ પર્વ ભાઇચારા તેમજ કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.
સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા વિશેષ સૂચન કર્યું હતું. ઇદે મિલાદ પર્વ સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદે મિલાદ ઝુલુસના આયોજકો મુસ્તુફાભાઇ લાંગિયા, હાજી ઝફુરખાં પઠાણ, ઇકબાલ ટેલર, રઇસ વકિલ, મોહસીન કાપડિયા, ઇમરાન કાપડિયા, ગુલામ બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.
Advertisement