ભરૂચ જિલ્લાના ૧૫૧ વાગરા વિધાનસભા ક્ષેત્રના પાલેજ ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાતા #SevaPakhwada તથા #HarGharNalMission અંતર્ગત મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેનાથી ગામની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે, અને અંદાજીત ૨૨,૦૦૦ જેટલી માનવવસ્તીને પીવાનું મીઠું પાણી ઘરે – ઘરે મળશે જે અંગે લોકોમાં પણ અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીઠા પાણી યોજનાના ટાંકાની સ્વીચ દબાવી યોજનાને લોકો વચ્ચે ખૂલ્લી મૂકી હતી, તથા નવરાત્રી ઉત્સવના સંદર્ભમાં ગામની કુંવારીકાઓને ચણીયાચોળી અને મહિલાઓને સાડીઓ ભેટ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય મલંગખા પઠાણ, સરપંચ રમણભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ શબ્બીરખા પઠાણ, સંગઠનના અન્ય હોદ્દેદારો, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744