ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ તા.૨૮/૦૬/૧૯
પાલેજ આસપાસ પંદર કિલોમીટર ત્રીજયા માં ગુરૂવાર ની રાત્રે ૧-૩૦ થઈ ૨ વાગ્યાના અરસામાં વરસાદી પાણીના રૂપે કાચું સોનું વરસ્યું હતું.પાલેજ ની આસપાસ નાં વિસ્તારો માં પ્રથમ સારો સાર્વત્રિક વરસાદ વરસતાં ખેડૂત અલામ માં આનંદ ની લાગણી વ્યાપી ઉઠી હતી.લાંબા સમય થી પાલેજ વિસ્તાર નાં ખેતી વિશેયક ગામો માં વરસાદ ની ચાતક દોરે રાહ જોવાઇ રહી હતી.ગત રાત્રી નાં બે વાગ્યે વાતાવરણ માં પલટો આવી અચાનક ગાજ વીજ સાથે વરસાદ શરૂ થયો હતો.અહીં સમગ્ર નારેશ્વર પટ્ટી નાં ગામો થી માંડી પાલેજ પશ્ચિમે આવેલાં ગામો માં આગોતરા વાવણી કરેલાં કપાસ નાં પાકો ને જીવન દાન મળી ગયું હતું.કેટલાક ટપક પદ્ધતિ થી ઉછરેલા કપાસ નાં પાકો ને પણ વરસાદી પાણી થી રાહત ની લાગણી ફેલાઇ હતી.પહેલો સારો વરસાદ બે ઈંચ થી વધારે પડયાનો અંદાઝ છે.ઠેર ઠેર ખાબોચિયાં માં વરસાદી પાણી ભરાય ગયાં હતાં.પાલેજ માં વરસાદી પાણી નાં નિકાલ અને ગટરો ની સફાઈ ની કામગીરી ઉપરાંત રસ્તાઓ ની બાજુ માં વરસાદી પાણી નાં નિકાલ ની ગટરો નિકો બનાવા માંગણી છે. ગામતળાવ અને ઘર વપરાશ નાં ગદું પાણી નાં નિકાલ નો કાસ જે રેલવે ગળ નાળા નીચે થઈ કિસનાડ રોડ ની બાજુમાં થઈ નિકાલ થાય છે જેની સફાઈ કામગીરી થી સાસરોડ તરફ નો પીઠા વાળા રોડ ઉપર હાલ માં પાણી ભરાયું નથી. જો કે પાલેજ કપાસિયા હોલ નાં વરસાદી પાણી જે સીધા રેલવે માઇક્રોટાવર પાછળ ની કાસ માં થી જાય છે એ કાસ ની સફાઈ કામગીરી હાથ ધરવાની જરૂર છે.જેથી ભારે વરસાદ ના સમયે બજાર ની ગટરો તેમજ જાહેરમાં પડતાં વરસાદી પાણી ની સમસ્યા ન સર્જાય.