ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ તા.૨૪/૬/૨૦૧૯
પાલેજ-વલણને જોડતો મુખ્ય માર્ગ કાયદાકીય ગૂંચવણમાં અટવાઈ પડ્યા બાદ ગામ આગેવાનોના અથાગ પ્રયત્નોના પરિણામે પુનઃ કામ શરૂ થઈ પૂર્ણતાને આરે પહોંચતા વાહન ચાલકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.પાલેજ સાથેનાં રોજીંદા વાહન વ્યવહાર થી જોડાયેલાં વલણ ગામ ને જોડતો માર્ગ કરજણ નાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ નાં અથાગ પ્રયત્નો ની ગુજરાત સરકાર માં મંજુર થયાં ને ગણતરી નાં દિવસો માં રોડ અંગેની કામગીરી ની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યાર બાદ રેલવે દ્વારા માર્ગ નું બાંધકામ અટકાવી રોડ ને પોહળો કરવાની તેમજ નવા બાંધકામ ની કામગીરી માં અડચણો ઉભી કરવામાં આવી હતી જે બાદ રાજકીય તેમજ સામાજિક આગેવાનો ની સતર્કતાને પગલે સમાધાન થઈ માર્ગનું કામ પુનઃ શરૂ થતા ગામજનો માં આનંદ વ્યાપી જવા પામ્યો છે. રોડ કામગીરી દરમ્યાન જિલ્લા પંચયાત વલણ નાં સદસ્ય જિલ્લાના ઉપપ્રમુખ મુબારકભાઈ પટેલ તાલુકા સદસ્ય વલણ તા.કરજણ નાં સીરાજભાઈ ઇખરીયા ગ્રામ પંચાયતના સરપંચ રમણ ભાઈ વસાવા આગેવાન સદસ્યો સામાજીક કાર્યકરો એ રોડ કામ માં દેખરેખ રાખી વાહન વ્યવહાર ચાલુ રહે એ પ્રમાણે નું ડાયવર્ઝન ની ગોઠવણ કરી હતી. ખુબજ મહત્વનો ગણાતા રોડ ની મજબૂતીકરણ ની કામગીરી પૂર્ણ થઈ હતી.વાહનચાલકો અને વલણ ગામ નાં લોકોમાં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી.