ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ધી પાલેજ હાઈસ્કૂલ ખાતે પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડે રૂપિયા છ લાખ દસ હજારના વિવિધ સુવિધાના કામો કર્યા હતા. જેમાં ડ્રેનેજ લાઇન, શૌચાલયો બાથરૂમ્સ, બાગ તેમજ રમત ગમતના સાધનો અર્પણ કર્યા હતા. સુવિધાના કામો પૂર્ણ થયા બાદ ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડના પ્લાન્ટ હેડ કિંગસુક બોજ, ઓપરેશન હેડ અમિત માજી તેમજ એચ, આર. એમ પી સિંઘ હાઈસ્કૂલ ખાતે મુલાકાત લઈ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
વિકાસના કામો બાબતે હાઇસ્કૂલના આચાર્ય સલીમભાઈ જોલીએ ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ હાઇસ્કૂલના કામોમાં મદદરૂપ બનતા રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હાઈસ્કૂલ કમિટીના અધ્યક્ષ અહમદખાન પઠાણ તેમજ હાઇસ્કૂલના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
યાકુબ પટેલ:- પાલેજ