Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

Share

*રખડતા શ્વાનો ના પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો…

ભરૂચ તાલુકાના નબીપુર ગામે ગતરોજ એક 3 વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી છે જે પોતાના ઘરની નજીક રમી રહ્યું હતું તે દરમ્યાન રસ્તે રખડતા 3 થી 4 કૂતરાઓ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાળકને આશરે 50 મીટર જેટલું દૂર ખેંચી ગયા હતા અને બાળકના પેટના ભાગે તથા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

Advertisement

બાળકના પેટના ભાગે ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જ્યારે બાળકના માતાને ખબર પડતાં તેઓ પોતાના દીકરાને બચાવવા દોડ્યા ત્યાં સુધીમાં તો કૂતરાઓ પોતાનું કામ તમામ કરી દીધું હતું. આજુબાજુના રહીશોએ બાળકના મૃતદેહને તેના ઘેર લઇ જઇ બાળકના માતા પિતાના દુઃખમાં સહભાગી બન્યા હતા. મરનાર બાળક આ કુટુંબનો એકનો એક દીકરો હતો જેથી આ ઘટનાથી સિદ્દી કુટુંબ ઉપર જાણે આભ તુટી પડ્યું હતું. શ્વાનના ત્રાસના પગલે ગ્રામજનોમાં ભારે ભયની લાગણી વ્યાપી જવા પામી છે. રખડતા શ્વાનોને સામે કાર્યવાહી કરાય એવી માંગ ઉઠવા પામી છે…

યાકુબ પટેલ:- પાલેજ


Share

Related posts

રાજકીય હવા બદલતો એક નિર્ણય-મોદી નો માસ્ટરસ્ટ્રોક કહો કે મૅજીક… સવર્ણોને ૧૦% અનામત-શુ ચૂંટણીઓ વહેેલી આવશે..??

ProudOfGujarat

ડેડિયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

માંગરોળનાં બોરિયા ગામે ખેતરનાં કૂવામાંથી વન વિભાગની ટીમે મૃત દીપડાને બહાર કાઢયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!