ભરૂચ જિલ્લાના પાલૅજના એસકે નગર વિસ્તારની યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી નગર તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. પાલેજ નગરના એસ કે નગર- ૨ પાસે આવેલી આયશા મસ્જિદની સામે રહેતી નમીરા બાનુ ઇમરાનખાન પઠાણ ભરુચની લક્ષ્મીનારાયણ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે યુવતીએ સમગ્ર કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં ટૉપ લૅવલૅ પાસ થતા તેણી ગોલ્ડ મેડલ માટે સિલેક્ટ થઈ હતી. નમીરા બાનુનૅ ગાંધીનગર ખાતે યોજાયેલા વાર્ષિક કોન્વોકેશન માં રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ફાર્મસીમાં ટોપર થવા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે. પાલેજ ગ્રામ પંચાયત તરફથી આવનાર 26 મી જાન્યુઆરીના રૉજ બુનિયાદી કુમારશાળા માં તેણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે અને સાથે સાથે પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનુંના હસ્તે તેણીને સાલ ઑઢાવી તથા પુષ્પગુચછથી તેમનું સન્માન કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે.નમીરા બાનુએ સમગ્ર પાલૅજ નગરનું નામ રોશન કરેલ હોય તેણી તથા તેના માતા-પિતા તથા પરિવાર ને ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સલીમ વકીલે અભિનંદન પાઠવ્યા હતા.
યાકુબ પટેલ:- પાલેજ