Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : પાલેજ નજીક ને.હાઇવે નંબર ૪૮ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં બાઇક સવારનું મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા પાલેજ નજીક એક અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજના ૬:૩૦ વાગ્યાની આસપાસ પાલેજ ઓવરબ્રિજના દક્ષિણ છેડે મહેબૂબભાઈ અહમદભાઈ ગરાસિયા રહે. પાલેજ નાઓ મોટરસાયકલ લઈ સેવન સ્ટાર તવા ફ્રાય સામેથી માર્ગ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી બાઇક સવાર મહેબૂબ ભાઈને અડફેટે લેતાં તેઓને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્ત મહેબૂબભાઈને પાલેજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ડોક્ટરે મહેબૂબભાઈને મરણ જાહેર કર્યા હતા. અક્સ્માત સંદર્ભે મહંમદખાન નવાજખાન પઠાણ રહે. ઝઘડિયા નાઓએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.

ProudOfGujarat

નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

નડિયાદમાં શિક્ષકની જાણ બહાર અજાણ્યા શખ્સે લોન પડાવી લેતા પોલીસ ફરીયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!