Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

Share

પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી. આયોજિત નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં સેવા પ્રદાન કરતા નામાંકિત તબીબોએ દર્દીઓને સેવાઓ પ્રદાન કરી હતી. સર્વ રોગ નિદાન શિબિરમાં અંદાજિત ૩૫૦ ઉપરાંત દર્દીઓએ નિશુલ્ક સેવાનો લાભ લીધો હતો.

આંખના મોતિયાના ઓપરેશનના જરૂરતમંદ દર્દીઓને મોતિયાનું નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવાયું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિર યોજાતી રહે છે જેનો ગરીબ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય છે સાંપ્રત મોંઘવારીના યુગમાં વલણ હોસ્પિટલ સંચાલકો દ્વારા ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની સેવાની એક સરાહનીય સરવાણી વહાવી માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

Advertisement

યાકુબ પટેલ:- પાલેજ


Share

Related posts

નર્મદા જિલ્લામાં માંગરોલ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો થનારો પ્રારંભ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.

ProudOfGujarat

નર્મદા : “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતાં રાજપીપલાળા ટાઉન પી.આઈ. – આર એન રાઠવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!