પાલેજ પશ્ચિમ વિસ્તારમાં માકણ ગામ તરફ જવાના માર્ગની બાજુમાં બી.પી.એલ. યાદીમાં નામ અંકિત થયેલા 10 લાભાર્થીઓનાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયાં હતાં. તેઓને ભરૂચ જિલ્લા પંચાયત લેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી કરાઈ હતી. તે પૈકી આજરોજ સાત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. અન્ય ત્રણ લાભાર્થીઓને કામગીરી પૂર્ણ થતા મકાનોની ફાળવણી કરવામાં આવશે. પાલેજ ખાતે અગાઉ સરદાર આવાસ યોજના હેઠળ તેમજ હાલમાં કેન્દ્ર સરકારની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બી.પી.એલ લાભાર્થીઓને સરકારી યોજના મુજબ મકાનની ફાળવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીઓને ગટર પાણીની લાઈનો અન્ય સુવિધા માટેની લાભાર્થીઓને ઉપસરપંચ સલીમભાઈ વકીલે ખાત્રી આપી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement