પાલેજ 8-06-2019
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
લોકસભાની ચૂંટણીઓ પેહલાં મજૂર થયેલાં પાલેજ વલણ રોડ નું બાંધકામ રેલવે અધિકારીઓ દ્વારા અટકાવતાં લોકો માં ભારે વિરોધ વંટોળ સાથે ઓહાપોહ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ અને વલણ ગામ વચ્ચે ૩ કિલોમીટર નો માર્ગ પાકો બાંધકામ અંગે મંજૂરી મળી ગયા પછી અહીં રોડ બાંધકામ અંગે નો કોન્ટ્રાકટ પણ અપાય ગયો હતો.પરંતુ આચાર સહિતાં લાગુ થઈ જતાં કામ બંધ પડ્યું હતું.હાલ માં પાલેજ રેલવેસ્ટેશન સાથે જોડાયેલ ફાટક સુધી માં રોડ ની બંને સાઈડો ખુલ્લી કરવાં ની કામગીરી આરંભતા રેલવે અધિકારી એ કામગીરી અટકાવી ૨૦ મીટર રેલવે ની હદ માં રોડ ની કામગીરી નહિ કરવાં કોન્ટ્રાક્ટર ને સૂચના આપતાં કોન્ટ્રાક્ટર રોડ કામ પડતું મુકી જે.સી.બી મશીન લઈ રવાના થઈ જતાં ૩ કરોડ નાં ખર્ચે મંજુર થયેલો રોડ નું કામ ખાડે પડતાં વલણ ના તાલુકા સદસ્ય સીરાજ ભાઈ ઇખરીયાએ કરજણ નાં ધારાસભ્ય થી માંડી નાયબ કાર્યપાલક ઈજનેર કરજણ માર્ગ અને મકાન શાખા તેમજ નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી રોડ કામગીરી સમય સર ચાલુ કરવામાં આવે વલણ પાલેજ રોડ જે વર્ષોથી રેલવે ફાટક સાથે જોડાયેલો છે એ મુજબ રોડ કામ થાય એવી માંગણી કરી છે.