Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન ખાતે બેઠક તેમજ છાંયડા માટે શેડ નો અભાવ.

Share

પાલેજ તા.7-6-2019
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ

પાલેજ રેલવે સ્ટેશનના પંદરસો ફૂટ જેવા લાંબા પ્લેટફોર્મના અડધા ભાગે મુસાફરોને બેસવા માટેની બેઠકોની વ્યવસ્થા નથી.વાર્ષિક લાખોની રેવન્યુ ધરાવતાં પાલેજના જાણીતાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરોને પ્લેટફોર્મ ઉપર બેસવાની બેઠકો અને માથું તડકામા તપી ના જાય એટલાં માટે પતરા વાળા શેડની વ્યવસ્થાની તાતી જરૂર છે. ભરૂચ થી વડોદરા વચ્ચે મબલખ આવક ધરાવતું પાલેજ રેલવે સ્ટેશન વારંવાર અસુવિધા ને લઈ ચર્ચા માં બની રહે છે.

Advertisement

અહીં કુલ પ્લેટફોર્મનાં અડધા ભાગે બેઠકો નથી.બે અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ફક્ત બે-બે નાનાં નાનાં પતરાં વાળા શેડ છે.જેનાં નીચે માંડ ૨૦ થી ૩૦ મુસાફરોને બેસવાની પણ વ્યવસ્થા નથી.અહીં નાં સ્ટેશને એસ.એસ ને મુસાફરોનાં પડતર પ્રશ્નોમાં રસ નથી.આથી મુસાફરોની સમસ્યાઓ ક્યારે પણ ડી.આર.એમ ઓફીસ સુધી પોહચતી નથી.જેથી સબ સલામતની ગુલબાંગો પોકારવામાં આવે છે.તેમજ ડીઆર.એમ ઓફીસ સુધી સાચી માહિતી પોહચતી નથી.

રેલવે સ્ટેશને પાણીની ટાંકીની સફાઈ ક્યારે થઈ કોઈ ને પણ ખબર નથી. તેમજ બારે માસ પાણી નો બગાડ રેલવે ક્વાર્ટર્સ ની મુખ્ય ટાંકીઓ માંથી કલાકો સુધી થવો એ નિયમિત ઘટના ક્રમ બની જવા પામ્યો છે. એક તરફ પાણી ની અછત વર્તાઈ રહી છે તો બીજી તરફ રેલવે ની ટાંકીઓ પાણી નો ઓવરફલૉ કરી કલાકો સુધી પાણી નો બગાડ કરી રહી છે છતાં કોઈ અધિકારી ની નજર આ તરફ જતી નથી.આ ઉપરાંત અહીં વડોદરા તરફ ના પ્લેટફોર્મના છેડે પૂરતાં પ્રમાણમા બોગન વેલની રોપણી કરવા પણ માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

પંચમહાલ : ઘોર કળિયુગ: વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

વડોદરાની MS યુનિ. નજીક શિવ મંદિર પાસે 3 યુવકો નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!