Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓને ઇજા…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા સરહદી નગર પાલેજ નજીક ગતરાત્રીના લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના પાલેજ ઓવરબ્રિજના ઉત્તર છેડે એક લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં લકઝરી બસમાં સવાર મુસાફરોથી ત્રણ મુસાફરોને સામન્ય ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અક્સ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલકે પરીણિતા પર કર્યો હુમલો

ProudOfGujarat

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

ProudOfGujarat

વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામને અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!