Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ ઓવરબ્રિજ ઉપર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત…

Share

ભરૂચ જિલ્લાનાં પાલેજ હાઇવે પર આવેલા ઓવરબ્રિજ ઉપર વડોદરા તરફ જઈ રહેલી એક કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીથી અમદાવાદ જઈ રહેલી એક કાર સવારે પાલેજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કાર ઓવરબ્રિજની રેલીંગ સાથે અથડાઈને અટકી ગઈ હતી.

સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જોકે સર્જાયેલા અકસ્માતમાં કારના આગળના ભાગને ખૂબ મોટું નુક્સાન થયું હતું. અકસ્માતની જાણ થતા એલ એન્ડ ટી કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને અડચણ ઉભી ન થાય એ માટે કવાયત હાથ ધરી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના નબીપુર પાસે રેતી ભરેલ હાઇવા ટ્રકના ચાલકો સામે પોલીસની લાલ આંખ, વાહનો ડિટેન કરી ભણાવ્યા કાયદાના પાઠ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

નડિયાદ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!