Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ભીલીસ્થાન લાયન સેના દ્વારા દુષ્કર્મીઓને સજા અપાવવા રેલી યોજી પ્રાંત અધિકારીને અાવેદનપત્ર અપાયું…

Share

પાલેજ :–  તાજેતરમાં દેશના કઠુઅા, ઉન્નાવ, સુ્રત તેમજ રાજકોટમાં માસુમ બાળાઓ પર કથિત નરાધમો દ્વારા પાશવી દુષ્કર્મ અાચરાયું તેના વિરોધમાં દેશભરમાં નરાધમો વિરૂધ્ધ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર રેલી ધરણાઓ યોજી કથિત અારોપીઓને સરકાર દ્ધારા સખ્તમાં સખ્ત સજા કરાવાય એ માટે પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
જે અંતર્ગત શુક્રવારના રોજ ભીલીસ્થાન લાયન સેના દ્વારા કરજણ તાલુકા પંચાયત કચેરી પાસેથી એક રેલી યોજી કરજણ પ્રાંત અધિકારીને અાવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. હાથમાં બેનરો સાથે નીકળેલી રેલી નવાબજાર, સ્ટેશન રોડથી પસાર થઇ ગગનભેદી સુત્રોચ્ચાર સાથે કથિત અારોપીઓને ફાંસીની સજાની માંગ સાથે તાલુકા પંચાયત કચેરી પર પહોંચી પ્રાંત અધિકારીને અાવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસ એસ સી સેલના અધ્યક્ષ મિનેષ પરમાર સહિત ભીલીસ્થાન લાયન સેનાના કાર્યકરો જોડાયા હતા. રેલી દરમ્યાન કરજણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો…

Share

Related posts

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ.

ProudOfGujarat

આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના શેડો એરિયાના તમામ ૧૦૩ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ અને વોકીટોકી સેટ સાથેનાં સ્ટાફને ડેમોન્સ્ટ્રેશન માટે કરાયાં તૈનાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!