ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ઇદ મુસલમાનો નો મહાન તહેવાર છે.તહેવાર દરેક કોમ માં હોય છે તેમજ દરેક કોમની તહેવારની ઉજવણી ની રીતે પણ વિભિન્ન હોય છે.મુસ્લિમો ને મહાન ધર્મ ઇસ્લામએ તેની ઉજવણીની રીત પણ અર્પણ કરી છે જે નિરાલી શાન અને અગત્યતા ધરાવે છે.
મુબારક તહેવાર ની શરૂઆત ક્યાર થી થઈ કેવાં સંજોગોમાં થઈ કેવી રીતે થઈ તે મુજબ હિજરી સન ૬ માં પ્રથમવાર રમજાન નાં રોજા ફરજ થયાં છે હાલ માં હિજરી સન ૧૪૪૦ ચાલુ છે. માનવીનાં દરેક કામ નો કઈ ને કઈ બદલો હોય છે અને તેની કોઈ ખાસ કામગીરી નું તેને ઇનામ આપવામાં આવે છે.રમજાન શરીફ નો આખો મહિનો આ ત્રીસે-ત્રીસ દિવસ મુસ્લિમ ની ભુખ,પ્યાસ સંયમ, સહનશીલતા,રાત ની ઇબાદતો,ક્લામે પાક ની તિલાવત આ બધામાં પોતાના માલિકે હકીકી પ્રત્યે એની અદમ્ય મહોબ્બત અને પોતાની ખામીઓ,ભૂલો,ગફલતો માટે માફી ની ચાહના નું રમઝાન માસ માં ખાસ મહત્વ છે.
ઇદ નાં દિવસની શાન એટલી નિરાલી છે ખુશી માં મસ્ત થઈ જનાર ઇન્સાન ખુદાની નિરાધાર મખલુક ની ગરીબાઈ થીં બેખબર થઈ નાં જાય એટલે માટે પેહલાં સદક એ ફિત્ર અદા કરી તેમની ખબર ગીરી કરે છે અને પોતાની ખુશી અને આનંદ માં ગરીબો ને ભાગીદાર બનાવે છે.તહેવાર અને ઈદ ની ખુશી માં અમર્યાદિત વાતો છે.
સજ્જનતા કેટલાક ધીર ગંભીર વદને હસ્તે મોઢે પોતાના રબ ની મોટાઈ બયાન કરતો ઇદગાહ જાય છે અને હા આવે છે ત્યારે પણ એની જબાન પર એવીજ રીતે અલ્લાહ ની યાદ હોય છે.નમાઝ ની શાન નું શું કહેવું સવાર નાં સોહામણા સમયે ખામોશ પણ ઉલ્લાસમય વાતાવરણ માં એક હી સફ મેં ખડે હો ગયે મેહમૂદો અયાજ અમીર ગરીબ કોઇ પણ જાત નાં ભેદભાવ વિના સર્વે જમા થઈ ગયા .આખા જગત માં પોણા બે અબજ થી વધુ ઇસ્લામી ઓ કદી એક અલ્લાહુ અકબર ની ગર્જના થી ઉભા થાય છે કદી બેસી જાય છે, કદી નમે છે કદી સિજદા માં મસ્ત જમીન ઉપર ઢળી જઈ માલિકે હકીકી આગળ પોતાની અઝીઝી નો ઈકરાર કરે છે. બસ આજ ઈદ આજ તહેવાર અને આજ મુસલમાનો નો સાચો ઉત્સવ .
એક રમજાન પછી શવવાલ ની પહેલી તારીખ જેને ઇદુલ ફીત્ર કહે છે.અને બીજી જેને ઇદ્લદુહા જે જીલ હજજ માસ ની દસમી તારીખે આવે છે જેને ઈદે કુરબાન કે બકરી ઈદ થી પણ ઓળખીએ છીએ. ઈદ એટલે ઇનઆમ નો દિવસ મુસલમાન અલ્લાહ ની ખુશનુંદી ખાતર નમાઝ પઢે રોજા રાખે તિલાવત કરે સદકા ખેરાત કરે તેના બદલામાં અલ્લાહ પોતાના બંદા ઓને પોતાની મજદૂરી નો પૂરેપૂરો બદલો આપે છે. તેમને અજર સવાબ થી નવાજે છે અને મગફિરત ફરમાવે છે.ઈદ નાં દિવસે સારું ખાવું અને સારા કપડાં પહેરવા જોઈએ અને એટલા ગુના નાં કામો થી અને ખેલ તમાશા થી દુર રહેવું જોઈએ. ઇદુલ ફીત્ર ની નમાજ બે રકાત ત્રણ વધારા ની તકબીર એટલે કે અલ્લાહુ અકબર કહેવાનું હોય છે.