ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે પાલેજ જીઆઈડીસીમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા હતા જયારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. જુગારીયા ઓરડીમાં જુગાર રમી રહ્યા હતા.
પાલેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલેજ નજીક આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કેટલીક ખાલી ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પાલેજ પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડમાં વડોદરા જિલ્લાના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામના 7 જુગારીયા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જયારે 1 જુગારી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલ જુગારીયાઓમાં સાંસરોદ ગામના ઇમરાન કડવા, ફેઝાન રેખડ, મોહસીન કટકીયા, ઉદેસંગ પરમાર, હશન બડડ, વિઠ્ઠલ વસાવા, મિન્હાઝ ઇપુડી જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જયારે મેહબૂબ પટેલ ફરાર થઈ ગયો હતો. પોલીસે રોકડા નાણાં, 5 મોબાઈલ મળી કુલ રૂ. તેર હજાર કરતા વધુ મતા જપ્ત કરી હતી. જુગાર જ્યાં રમાતો હતો તે ઓરડી કોની માલિકીની હતી તે તપાસનો વિષય બની ગયો છે. પાલેજ પોલીસ બનાવની તપાસ કરી રહી છે.