Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પાલેજ ખાતે વિદેશી દારૂ સાથે એક ની ધરપકડ…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજની વલણ ફાટકથી પાલેજ સ્ટીલકો કંપની રોડ ઉપર વિદેશી દારૂનાં વેચાણ માટે હેરાફેરીની પાલેજ પોલીસએ બાતમીનાં આધારે વોચ ગોઠવતાં પાલેજનો કેતન કુમાર સુરેશભાઈ ગામીત મોટરસાયકલ ઉપર થેલામાં વેચાણ કરવાંનાં ઇરાદે પોતાની પાસે રાખેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો. પકડાયેલ ઈસમ પાસે વિદેશી ભારતીય બનાવટનાં મેકડોનાલ્ડ ક્વાર્ટર નંગ-૩ કિંમત રૂપિયા ૩૦૦, રોયલ સ્પેશ્યલ ઓલ્ડ ડીલક્ષ વિશ્કી બનાવટનાં ક્વાર્ટર નંગ-૯ કિંમત રૂપિયા ૯૦૦, ૮ પી.એમ નાં પાઉચ નંગ ૧૫ કિંમત રૂપિયા ૧૫૦૦, પાઉચ ક્વાર્ટર મળી કુલ નંગ ૨૭ કિંમત રૂપિયા ૨૭૦૦ તથા જિયો મોબાઇલ નંગ ૧ કિંમત રૂપિયા ૫૦૦ તેમજ હીરો હોન્ડા મોટરસાયકલ નંબર Gj .૧૬.AN .૯૬૭૧ ની કિંમત ૩૦ હજાર જે મળી કુલ કિંમત ૩૩.૨૦૦ નો મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી.પકડાયેલ ઇસમ સામે પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ)૯૮(૨)મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં બી.આઈ.એસ. લાયસન્સ વગર ધમધમતો ‘મિનરલ વોટર’નો કરોડો રૂપિયાનો ‘ગંદો’ કારોબાર : આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાના કારણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

ProudOfGujarat

ભરૂચમાં ATM તોડી લાખોની મત્તા પર હાથફેરો કરવા આવેલ મૂળ યુ.પી નો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : ગુમ થયેલ સગીર વયનાં બાળકને શોધી કાઢતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!