ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને તેના ૭૨ સાથીદારોએ વ્હોરેલી શહાદતને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા ગરીબ વર્ગને મદદ કરવાની એક શાનદાર પહેલ કરવામાં આવી છે. ઇસ્લામ ધર્મમાં સખાવતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેમજ ગરીબોની સંભાળ રાખવાને જવાબદારી સમજવામાં આવે છે.લોકડાઉન અને કોરોના જેવી સ્થિતિમાં દેશભરમાં ગરીબ વર્ગ મુસીબતની સ્થિતિનો સામનો કરી રહી છે એવામાં સમાજનો ધનિક વર્ગ જો ઇસ્લામની આ મહાન પરંપરાને અનુસરે તો ગરીબની મુસીબતો મહદઅંશે દૂર કરી કરી એને રાહત પહોંચાડી શકાય એમ છે. આવું જ કઈક શનિવારના રોજ પાલેજ ખાતે જોવા મળ્યું હતું. પાલેજ ગામમાં શનિવારનાં રોજ કરબલાના શહીદોની યાદમાં સલીમભાઈ કાજીનાં ઘરે સાદગી પૂર રીતે કમર એકેડમી બોલ્ટન (યુ.કે) તરફથી ટ્રસ્ટનાં પ્રમુખ મૌલાના મોહંમદ મોહસીન સાહેબ તરફથી પાલેજનાં ૫૦ જેટલાં ગરીબ કુટુંબોને રોકડ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાજી અનવર બગદાદી (યુ.કે ) તરફથી સરકાર ઇમામ હુસેનની યાદમાં ગરીબ કુટુંબોને પાલેજ, ઝંઘાર તેમજ ભરૂચ ખાતે અનાજની કિટોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પાલેજનાં મક્કા મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહંમદ અલી, નુરાની મસ્જિદનાં મૌલના ઇબ્રાહિમ હળદરવી, પાલેજનાં સૈયદ મુસ્તાક મિયાં એહમદ મિયાં, સલીમભાઈ કાજી, સકીલખાન પઠાણ, રમીજખાંન પઠાણ વકીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાની પ્રવૃતિને બિરદાવી હતી. પાલેજમાં કોવિડ-૧૯ ની ગાઈડલાઇન અંતર્ગત સરકાર અને વહીવટ તંત્રનાં જાહેરનામા અંતર્ગત અને પ્રતિબધાત્મક હુકમનાં પગલે તાજીયાનાં ઝુલુસ નીકળશે નહિ.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ભરૂચ : કરબલાનાં શહીદોની સ્મૃતિમાં પાલેજમાં એન.આર.આઈ ટ્રસ્ટ દ્વારા ૫૦ ગરીબ કુટુંબોને રોકડ સહાય.
Advertisement