Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલા બેંક રોડ ખાતે રાત્રી દરમિયાન ચોર ટોળકીએ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ ૪૩ હજાર રૂપિયાની તસ્કરી કરી હતી.

Share

પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલ બેંક રોડ વિસ્તારના વાણીયા શેરીનાં નાકા ઉપર આવેલ મોબાઈલની દુકાનમાંથી બુધવારની મોડી રાત્રે તસ્કર ટોળકીએ વિવિધ કંપનીના ૪ જેટલા નવા મોબાઈલ અને ૧૩ હજારની રોકડ મળી કુલ ૪૩ હજાર મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બુધવારે મોડી રાત્રે પાલેજ બેંક રોડ ઉપર ફોર યુ મોબાઇલ શોપના પતરાં તોડી ચોર ટોળકી દુકાનમાં પ્રવેશી હતી. દુકાનમાં તદ્દન નવા હેન્ડસેટ એવા આઈટેલ કંપનીના ૩ અને વિવો કંપનીનો ૧ મોબાઈલની ઉઠાંતરી કરી હતી. આ ઉપરાંત બ્લુટુથ નંગ ૩ અને પાવરબેંક ૨ તેમજ દુકાનના કાઉન્ટરમાં મુકવામાં આવેલ ૧૩ હજાર રોકડાની પણ ઉઠાંતરી થવા પામી હતી. ચોર ટોળકીએ ખુબ જ આસાનીથી બજાર તેમજ રેહણાક વિસ્તારમાં આવેલ દુકાનનાં પતરાં તેમજ પી.ઓ.પી તોડી દુકાનમાં પ્રવેશી નિર્ભય બની અંદાજે ૪૩ હજારનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામોમાં આયુષ્માન સભા યોજવામાં આવી.

ProudOfGujarat

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્પોર્ટસ વીકની ઉજવણી.

ProudOfGujarat

છોટા ઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!