ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પશ્ચિમ રેલવે નાં જાણીતાં પાલેજ રેલવેસ્ટેશન ઉપર એક્સપ્રેસ ટ્રેનો નાં સ્ટોપેજ સમયે ટ્રેનો નાં પાછળ નાં રિઝર્વેશન નાં કોચો પ્લેટફોર્મ પૂરું થઈ જાય ત્યારે ગોઠવાય છે.આથી મુસાફરો ને અહીં ટ્રેનો માં ચઢવાનું અને ઉતરવાનું મુશ્કેલીઓ સર્જાય છે.પાલેજ નાં બે મોટા પ્લેટફોર્મ નાં આગળ અને પાછળ નાં ભાગે પ્લેટફોર્મ ની વિસ્તુતિકરણ ની કામગીરી ચાલી રહી છે અહીં નાં રેલવે સ્ટેશને બેઠકો તેમજ છાંયડા માં બેસવા જેવો શેડ નું બાંધકામ કરવાની પણ જરૂર છે. ગરમી નાં દિવસો માં અપ પ્લેટફોર્મ નાં વડોદરા તરફ નાં છેડે પતરા નાં સેડ નાં અભાવે મુસાફરો ને ટ્રેનો નાં સમયે મુશ્કેલી પડે છે.ફૂટ ઓવરબ્રિજ પણ એક છેડા ઉપર છે.જે બીજો વચ્ચે બાંધવા ની જરૂર છે.
Advertisement